સલવાવથી  પિસ્તોલ અને કારતૂસ પકડાયા

સલવાવથી  પિસ્તોલ અને કારતૂસ પકડાયા

વાપીના સલવાવ ગામે ચાલીના રૃમમાં બાતમીના  આધારે વલસાડ જિલ્લા સ્પે. ઓપરેશન ગુ્રપે છાપો મારતા યુએસએ બનાવટની ઓટોમેટીક પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે છાપો મારતા જ બે શક્સો થેલો મુકી કારમાં ભાગી ગયા હતાં. રૃમમાં હાજર ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેઓ હથિયાર અંગે  અજાણ હોવાનું જણાવી બે પૈકી એક આરોપી ત્રણ દિવસ અગાઉ રહેવા  આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોબાઇલ નંબરના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન  ગુ્રપને કારમાં ૮ થી ૧૦ હથિયારો લઇ બે શખ્સો સલવાવ ગામે એક ચાલીમાં આવનાર હોવાની બાતમી મળી હતી. જે આધારે ગઇકાલે રાત્રે વાપી વિભાગના ડીવાયએસપી એચ.એમ. કુડલીયા એસોજીના અધિકારી  સહિત પોલીસ ટીમે સલવાવ ગામે બુધાન ફળિયામાં મહેશ બાબુભાઇ પટેલની ચાલીના રૃમ નં. ૨માં છાપો માર્યો હતો. છાપો મારતાં  જ બે શખ્સો સ્વીફ્ટ કાર (નં. જીજે-૧૫-સીએફ- ૪૧૭૫)માં બેસી ભાગી ગયા હતાં. ફિલ્મીઢબે પીછો કરવા છતાં સફળતા મળી ન હતી