રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કાળો કેરઃ

રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કાળો કેરઃ

 તંત્રની બેદરકરી અને તાબોટાને કારણે નિર્દોષ પ્રજાજનો મોતના મુખમાં હોમાઈ રહ્યા છે. સ્વાઈન ફ્લુને કારણે સુત્રાપાડાની યુવતીનું મંગળવારે રાત્રે મૃત્યુ નિપજ્યા બાદ ગુરુવારે રાજકોટ શહેરના વૃધ્ધને પણ આ રોગ ભરખી ગયો છે. બેકાબુ બની ગયેલા રોગ સામે આરોગ્ય તંત્ર માત્ર તમાશબીન બની રહ્યું છે.

રાજકોટ શહેરમાં ન્યુ જાગનાથ વિસ્તારમાં મહાકાળી મંદિર પાસે રહેતા ૬૬ વર્ષના વૃધ્ધ કેટલાક દિવસથી સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહ્યા હતા. જેમણે આજે બપોરે ર ઃ ૪૦ કલાકે શહેરની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ પૂર્વે ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની ર૭ વર્ષની યુવતીરાજકોટની ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહી હતી. ૯ દિવસની સારવાર કારગત ન નિવડતાં મંગળવારે રાત્રે ૧૦: ૪૦ કલાકે તેણીનું મૃત્યુ નિપજ્યુ હતું. રાજકોટ સિવિલમાં ઉપલેટાના ૭૦ વર્ષના વૃધ્ધનું રવિવારે મોડી સાંજે મૃત્યુ નિપજ્યું હતું. એ ઘટનાના ર૪ કલાકની અંદર જ સોમવારે જૂનાગઢના માણાવદર તાલુકાના ૩૯ વર્ષના મહિલા દર્દીએ પણ સ્વાઈન ફ્લુના કારણે દમ તોડી દીધો હતો. જ્યારે મંગળવારે સુત્રાપાડાની યુવતીનું શહેરની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યુ હતું. પાંચ દિવસમાં ચાર લોકોના ભોગ લઈ સ્વાઈન ફ્લુ બેકાબુ બની ગયાનો પરચો આરોગ્ય તંત્રને મળ્યો છે.