રાજકોટ મહાપાલિકાની 2,057 કરોડનું બજેટ રજૂ, વાહનો મોંઘા થશે અને સાઈકલ સસ્તી

રાજકોટ મહાપાલિકાની 2,057 કરોડનું બજેટ રજૂ, વાહનો મોંઘા થશે અને સાઈકલ સસ્તી

રાજકોટમાં પાલિકાનું વર્ષ 2019- 2020નું રૂપિયા 2000 કરોડનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં ચાલુ વર્ષના રૂપિયા સત્તર સો કરોડના રિવાઇઝ બજેટમાં આશરે 400 કરોડનું કાપ મુકાયો હતો. કમિશનરે ટુ-વ્હીલર જેવા નાના વાહનો પર 75 ટકાનો અને ફોરવીલર 50 ટકા જેવો કરોનો વધારો સૂચવ્યો છે. જે મંજુર થાય તો લોકો પર ભારણ વધશે. જોકે એક નવતર યોજના દાખલ કરી શહેરમાં કોઈપણ વ્યક્તિ સાયકલ ખરીદે તો મહાપાલિકા તેને 1000ની સબસીડી ચૂકવશે અર્થાત કરદાતા માટે સાઇકલ એટલી સસ્તી થશે.

ઉપરાંત શહેરમાં હવે નળ જોડાણ ધરાવતા લોકો પાસેથી પણ પાણી વેરો વસૂલ કરવા દરખાસ્ત થઇ છે. કમિશનરે જણાવ્યા મુજબ શહેરમાં આશરે 45 હજાર મકાનો નળ જોડાણ ધરાવતા નથી કે ભૂતિયા નળ છે. તેઓ અંદાજ છે પરંતુ તેઓ પાણી વાપરે છે ત્યારે હવે પાણી ચાર્જ અથવા આ નવો પાણી ટેક્સ ભરવો પડશે. આ ઉપરાંત ડ્રેનેજ અને કન્ઝર્વન્સી ટેક્સમાં કે જે વેરાઓ અગાઉ ચાલુ નાણાકીય વર્ષથી કાલે કારપેટ એરિયા અમલી થતા નાબૂદ થયા છે. તે ફરીથી 1 ટકા લેખે લાગુ કરવા દરખાસ્ત છે. એકંદરે બજેટમાં ખાસ નવી યોજના નથી પરંતુ વેરામાં આશરે 20 કરોડથી વધુ નવો કરબોજ સૂચવાયો છે.