nsso કામગીરીનો ૧ જુલાઇએ પ્રારંભ

nsso કામગીરીનો ૧ જુલાઇએ પ્રારંભ

મધ્ય અને દક્ષિણ ગુજરાતના જનસમાજ દ્વારા કરાતા ઘરગથ્થુ વપરાશ ખર્ચ, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળના ખર્ચ તેમજ પરિવારના સામાજિક ખર્ચના ફેક્ટસ- ફિગર્સની ચોક્કસ અને સમયસર નોંધણી કરવાના નિર્ધાર સાથે અત્રે યોજાયેલી સર્વે ઓફિસના કર્મચારીઓની ત્રિદિવસીય શિબિર સંપન્ન થઇ છે.

કેન્દ્ર સરકારના સ્ટેટિસ્ટિકલ એન્ડ પોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય હસ્તકની નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા યોજાયેલી આ તાલીમશિબિરમાં વડોદરા ઉપરાંત પંચમહાલ, ભરૃચ, સુરત, વલસાડ, નડિયાદ અને મહેસાણાની કચેરીઓના ૭૫ થી વધુ કર્મચારીઓ જોડાયા હતા.