જામનગર: કચરાપેટી પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી મળ્યો નવજાત શિશુનો મૃતદેહ

જામનગર: કચરાપેટી પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી મળ્યો નવજાત શિશુનો મૃતદેહ

જામનગરમાં ટાઉનહોલ જેવા ભરચક વિસ્તારમાં કચરાપેટી પાસે એક પ્લાસ્ટિકની થેલીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા અરેરાટી પ્રસરી ગઇ હતી. વિગત એવી છે કે, જામનગરમાં ટાઉનહોલ પાસે આવેલા રાધાકૃષ્ણ મંદિરની પાસે કચરાપેટીની બાજુમાં એક પ્લાસ્ટિકની થેલી પડી હતી. જેમાં કંઈક શંકાસ્પદ લાગતા કોઈએ પોલીસને જાણ કરી હતી. જેથી દોડી આવેલી પોલીસે પ્લાસ્ટિકની થેલી ખોલીને જોતા અંદરથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો.

પરિણામે ચોંકી ઉઠેલી પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બીજી તરફ આ મામલે કોઈ અજાણી મહિલાએ નવજાત શિશુને તરછોડી દીધાના તારણ સાથે તપાસ હાથ ધરી હતી.