UGC રેન્કિંગમાં થર્ડ કલાસ વિદ્યાર્થીઓ Ph.D નહીં કરી શકે

UGC રેન્કિંગમાં થર્ડ કલાસ વિદ્યાર્થીઓ Ph.D નહીં કરી શકે

યુજીસીએ આ વર્ષે નવા પાંચ રેગ્યુલેશન્સ તૈયાર કર્યા છે અને જેમાં એક રેગ્યુલેશન કેટેગરાઈઝેશન ઓફ યુનિવર્સિટી ફોર ગ્રાન્ટ ઓફ ગ્રેડેડ ઓટોનમીનો છે.જે અંતર્ગત દરેક યુનિ.ને ફર્સ્ટ,સેકન્ડ અને થર્ડ કેટેગરી આપવામા આવનાર છે ત્યારે ત્રીજી કેટેગરીમાં આવતી યુનિવર્સિટી ફરજીયાતપણે નેટ-સ્લેટ પાસ હોય તેવા જ વિદ્યાર્થીને પીએચડી પ્રવેશ આપી શકશે.આમ નવા રેગ્યુલેશન્સથી ગુજરાત યુનિ.થર્ડ કેટેગરીમાં આવતી હોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ છે.કારણકે યુનિ.ને હવે પીએચડી વિદ્યાર્થી જ નહી મળી શકે.

યુજીસીના નવા રેગ્યુલેશન્સને લઈને રાજ્યની સૌથી મોટી અને જુની એવી ગુજરાત યુનિવર્સિટી મોટી મુશ્કેલીમાં મુકાઈ છે.કારણકે ગુજરાત યુનિ.પાસે નેકનો સ્કોર ૩ કરતા ઓછો છે છે અને સતત બે વર્ષ સુધી ટોપ ૧૦૦ યુનિ.માં પણ નથી આવતી .જેથી રાજ્યમાં નેટ-સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારો ખૂબ જ ઓછા છે ત્યારે હવે યુનિ.આ વર્ષે ગુજરાત યુનિ.પીએચડી પ્રવેશ આપશે કે તે પણ પ્રશ્ન છે. અત્યાર સુધી પીએચડી પ્રવેશ માટે એન્ટરન્સ ટેસ્ટ લેવાતી હતી પરંતુ હવે આ નવા નિયમ પ્રમાણે નેટ સ્લેટ પાસ ઉમેદવારને પ્રવેશ આપાવનો હોઈ ગુજરાત યુનિ.એ આ મુદ્દે યુજીસીને પત્ર લખીને રેન્કિંગ સુધારો કરવા આજીજી કરી છે