દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો.નો પ્રથમ કેસ

દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો.નો પ્રથમ કેસ

ચોમાસાની ઋતુમાં દર વર્ષે દેખાતો જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસીસનો આ વર્ષે પ્રથમ કેસ દેખાયો છે. પાલિકાના કર્મચારીનો લેપ્ટો.નો પ્રથમ રિપોર્ટ પોઝીટીવ આવતાં તેમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

નવી સિવિલથી પ્રાપ્ત વિગત મુજબ વાંસદાના ભીનાર ગામમાં રહેતા ૪૫ વર્ષીય નરેશભાઇ મગનભાઇ પટેલ સુરત મહાપાલિકાના લિંબાયત ઝોનમાં સફાઇ કામ કરે છે. ૧૦ દિવસ અગાઉ તેમને તાવ આવતા વાંસદાથી વધુ સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનો  લેપ્ટોસ્પાયરોસીસનો પ્રાથમિક રીપોર્ટ પોઝીટીવી આવ્યો હતો.  જેથી ગઇકાલે સાંજે તેમને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમના પરિચિત વ્યક્તિએ કહ્યું કે, શહેરમાં પહેલો વરસાદ પડયો ત્યારે પાણીમાં સફાઇ કામ કરવા ગયા હતા. સિવિલમાં તબીબે તેના સેમ્પલ લીધા હતાં. ત્યાંનો રીપોર્ટ આવ્યા બાદ લેપ્ટો. અંગે સ્પષ્ટ થશે.