રોષે ભરાયેલા ચાહકોએ ટીવી તોડયા

 રોષે ભરાયેલા ચાહકોએ ટીવી તોડયા

ભારત આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય મેળવશે તેવી ક્રિકેટપ્રેમીઓની આશા પર ઠંડુ પાણી ફરી વળ્યું છે. ભારતીય ટીમ લડત આપ્યા વિના જ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી હારતાં ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. ભારતની હારથી નારાજ થયેલા કેટલાક ક્રિકેટપ્રેમીઓએ ટેલિવિઝન સેટ તોડી પોતાનો રોષ દર્શાવ્યો હતો.  

અમદાવાદના ધરણીધર વિસ્તારમાં નારાજ થયેલા ક્રિકેટપ્રેમીઓ એકત્ર થયા હતા. તેમણે ભારતીય ટીમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાના ત્રણ ટીવી તોડયા હતા. ચાહકોએ રોષ દર્શાવતા જણાવ્યું હતું કે ભારતીય ટીમ લડત આપ્યા વિના જ હારી ગઇ તેનો વધારે અફસોસ છે. છેલ્લા કેટલાક વર્ષથી પ્રભાવશાળી દેખાવ કરી રહેલી ભારતીય ટીમ ફાઇનલમાં સાવ આ રીતે ફસકી પડશે તેવી તો કલ્પના જ નહોતી. પાકિસ્તાને આપેલા ૩૩૯ના ટાર્ગેટ બાદ એમએસ ધોની આઉટ થયો તેની સાથે જ મોટાભાગના ક્રિકેટપ્રેમીઓ પોતાના ટીવી સેટ બંધ કરી દીધા હતા.