કોંગ્રેસના કાર્યકર્તાઓએ ડ્રાઇવરને પટ્ટાથી ફટકાર્યો

કોંગ્રેસના કાર્યકર્તાઓએ ડ્રાઇવરને પટ્ટાથી ફટકાર્યો

કોંગ્રેસ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યાં છે. ત્યારે અહિંસાની રાજનીતિની વાતો કરતા હિંસક કોંગ્રેસ કાર્યકર્તાનો વરવો ચહેરો વિરોધ પ્રદર્શન દરમ્યાન સામે આવ્યો છે. કોંગ્રેસ એક નિર્દોષ ડ્રાઇવર સાથે ગુડ્ડા ગર્દી કરી રહ્યાં છે.

હિંમતનગરના મોતીપુર હાઇવે ઉપર કોંગી કાર્યકરોએ ડ્રાઇવરને પટ્ટા વડે માર માર્યો હતો. કાર્યકર્તા દ્વારા ડ્રાઇવરને માર મારવાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. વીડિયોમાં દેખાય છે કે બે કાર્યકર્તાઓ એક ટ્રેઇલર ડ્રાઇવરને પટ્ટા વડે માર મારી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગાંધી બાપુની અહિંસક કોંગ્રેસ પાર્ટીના હિંસક કાર્યકર્તાના આ કૃત્યએ પાર્ટીનો વરવો ચહેરો સામે લાવ્યો છે.