ઘરેથી તસ્કરો ૫ લાખની મત્તા ચોરી ગયા

ઘરેથી તસ્કરો ૫ લાખની મત્તા ચોરી ગયા

કાપડના વેપારી શનિવારે સાંજે કાર ખરીદવા માટે શો-રૃમમાં સપરિવાર જતા તસ્કરોએ તેમના બંધ ઘરનો લાભ લઇને તારની જાળી બેન્ડ કરીને ઘરનો દરવાજો ડુપ્લીકેટ ચાવીથી ખોલીને રોકડા રૃા.૩ લાખ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃા.૫ લાખની ચોરી કરી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

ભટાર-અલથાણ ટેનામેન્ટની પાછળ આવેલા જય નર્મદ કો.ઓ.નગરમાં રહેતા ઇન્દ્રપ્રકાશ જગદીશ પ્રસાદ શર્માની ઘર નીચે જ નક્ષત્ર સાડી કલેકશન નામની દુકાન છે. તેઓ શનિવારે સાંજે છ વાગ્યે કાર ખરીદવા માટે સપરિવાર શો-રૃમમાં ગયા હતા. તે વખતે તસ્કરો તેમના કંમ્પાઉડની દિવાલ પર લગાડેલ તારની જાળી બેન્ડ કરીને ડુપ્લીકેટ ચાવી વડે ઘરનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ્યા હતા. અને કબાટની તિજોરીમાં મુકેલા રોકડા રૃા.૩ લાખ, સોનાનો સેટ-૧, મંગળસુત્ર-૨, સોનાની ચેઇન-૪, સોનાની વીંટી-૮, સોનાની નથણી-૧, સોનાની તુલસીની માળા-૧, કાનની બુટ્ટી-૬, કાનની રીંગ-૨, પેન્ડલ-૧, બંગડી-૨, ચાંદીના સિક્કા, લગડી, ઝાંઝર મળી કુલ રૃા.ર લાખનો મુદ્દામાલ મળી કુલ રૃા.૫ લાખની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.