બાબારામદેવે કરાવ્યો યોગનો પ્રારંભ

બાબારામદેવે કરાવ્યો યોગનો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ 21મી જૂનના રોજ યોગગુરૂ બાબા રામદેવના સાનિધ્યમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી થશે. તેના ભાગરૂપે આજે સવારે પાંચથી સાડા સાત વાગ્યા સુધી બાબા રામદેવની ઉપસ્થિતિમાં ગુજરાતન મંત્રીમંડળના મંત્રીઓએ યોગનો પ્રારંભ કરાવ્યો. તેની સાથે જ કેટલાંય વિશ્વ વિક્રમ સ્થપાશે.નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસે જીએમડીસી ગ્રાઉન્ડ હેલ્મેટ ચાર રસ્તા ખાતે સવારે પાંચથી સાડા સાત વાગ્યા સુધી ઉજવણી કરશે.

જેમાં રાજયપાલ ઓ.પી.કોહલી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. વિશ્વ યોગ દિવસે ગુજરાતમાંથી એક કરોડથી વધુ લોકો યોગમાં જોડાશે. બાબા રામદેવે જણાવ્યુ હતું કે, વિશ્વ યોગ દિવસે એક સાથે 200 દેશોમાં ઉજવણી થશે. ભારતમાં 600 જિલ્લા, પાંચ હજારથી વધુ તાલુકાઓ અને એક લાખ જેટલા મોટા ગામો યોગમાં સામેલ થશે.