91 લાખથી વધુની જૂની નોટો ઝડપાઈ

91 લાખથી વધુની જૂની નોટો ઝડપાઈ

ગ્રામ્ય પોલીસે બાકરોલ સર્કલ પાસેથી 6 જેટલા શખસોને 91 લાખ કરતાં પણ વધુની જૂની ચલણી નોટો સાથે પકડ્યાં છે. પોલીસે બાતમીને આધારે ત્યાં વોચ રાખીને તમામને ઝડપી પાડ્યાં છે.જમીન દલાલી કરીને ભેગા કરેલા પૈસાને સગેવગે કરવા માટે ફરી રહેલા 06 જેટલા શખ્સોને હાલ એસઓજી ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેઓની મેરેથોન પૂછપરછ હાલ હાથ ધરી છે.

હાલ પોલીસે આ તમામ શખ્સોને આ જૂની ચલણી નોટો ક્યાંથી મળી આવી અને કોના પાસેથી લઈને આવ્યા તેવા મુદ્દાઓ પર હાલ પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. આ તમામ વ્યક્તિઓ છેલ્લા 14 દિવસથી બજારમાં ફરી રહયા હોવાની વાત પણ પોલીસ તપાસમાં બહાર આવી છે. ત્યારે હાલ પોલીસે આ તમામ શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.