બાઈક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત

બાઈક અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત

મોટર સાઈકલ અને છકડો રિક્ષા વચ્ચે સામસામે અકસ્માત સર્જાતા સાત લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને બરવાળા ઈમરજન્સી ૧૦૮ના ઈએમટી મુકેશભાઈ સાંથળિયા અને પાયલટ રાજેન્દ્રકુમાર ખારૈયા દ્વારા બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર મળી ગયા બાદ ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં જ બરવાળા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બરવાળા-નાવડા રોડ ઉપર આવેલ શીતળા માતાા મંદિર પાસે તા. ૧૭-૬-૧૭ના રોજ સવારના ૯.૩૦ વાગ્યાના અરસામાં બરવાળાથી નાવડા તરફ જઈ રહેલ છકડો રિક્ષા અને નાવડા તરફથી આવીલ રહેલ મોટર સાઈકલ વચ્ચે સામસામે અકસ્માત સરજાતા છકડો રિક્ષા રોડ ઉપરથી ખાળિયામાં ઊતરી ગઈ હતી