થુવાવી પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

થુવાવી પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

ડભોઇ: છોટાઉદેપુરથી વડોદરા જતી સાંજની મેમું ટ્રેન ની અડફટે ડભોઇ તાલુકાનાં થુવાવી નજીક એક ઇસમ આવી જતાં તેનું ધટનાં સ્થળે મોત નિપજ્યુ છે. હજુ સુધી ઓળખ થઇ નથી રેલ્વે પોલીસ ની હદ છે કે રૂલર ની તે બાબતે નક્કી થયે થી આગળની તપાસ નો દોર શરૂ થશે.
છોટાઉદેપુરથી સ્ટાર્ટ લેતી સાંજ ની મેમું ટ્રેન સાંજનાં 5.30 કલાકે ડભોઇ થી આગળ ધપે થી થુવાવી નજીક જતાં કોઇ અજાણ્યો રાહદારી ત્યાંથી પસાર થતો હોય ટ્રેનની અડફટે આવી જતાં કપાઇ ગયેથી તેનું ઘટનમાં સ્થળે મોત થયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.