વાઇબ્રન્ટ સમિટ શુભારંભ

વાઇબ્રન્ટ સમિટ શુભારંભ

વાઇબ્રન્ટ સમિટનો આજે બપોરે ૩.૩૦ વાગ્યાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રારંભ થઇ રહ્યો છે. ઔદ્યોગિક મૂડી રોકાણકારો માટે ગુજરાતમાં લાભ જાજમ પાથરવામાં આવી છે. ૩ દિવસની વાઇબ્રન્ટ સમિટમાં વિક્રમસર્જક એમ.ઓ.યુ. થવાના સંકેત છે. ઉદ્યોગ જગતના માંધાતાઓ દેશ-વિદેશના મહાનુભાવો સમિટમાં ભાગ લેવા ગાંધીનગર પહોંચી ગયા છે.

      '   ગુજરાત : કનેકિટંગ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ   '    થીમ પર ત્રણ દિવસ ચાલનારી આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મહાત્મા મંદિર ખાતે બપોરે ૩.૩૦ વાગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ મહાસત્ત્   ।   ાઓની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકશે. સમિટના ભવ્ય ઉદ્ઘાટન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સમિટમાં ઉદ્યોગજગતના માંધાતાઓ લાખો કરોડના રોકાણોની જાહેરાત કરશે. એક અંદાજ પ્રમાણે ૨૪   ,   ૦૦૦ જેટલી દરખાસ્તોથી રૂ. ૩૦ લાખ કરોડ ઉપરાંતના રોકાણોની સમિટના સમાપન પ્રસંગે જાહેરાત થાય તેવી સંભવના છે. અલબત્ત , વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કેટલાક મહત્વના સમજૂતી કરારો પણ આકાર લેશે.

      સમિટમાં અમેરિકા , યુકે , ઓસ્ટ્રેલિયા ,કેનેડા ,ડેનમાર્ક ,ફ્રાન્સ ,જાપાન  નેધરલેન્ડ  પોલેન્ડ , સિંગાપોર ,સ્વિડન  યુએઈ એમ બાર દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. ફોર્ચ્યુન ૫૦૦ માં સમાવિષ્ટ ગ્લોબલ કોર્પોરેટ્સના સીઇઓ ઉપરાંત કેન્યા ,રવાન્ડાના રાષ્ટ્રપ્રમુખો ,પોર્ટુગલ અને સર્બિયાના પ્રાઇમ મિનિસ્ટર ,રશિયા ,પોલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર  ,ફ્રાન્સ , જાપાન , સ્વિડન , ઇઝરાયેલ  ,ડેનમાર્ક  , યુએઇ , કેનેડા   ,    પોલેન્ડ  , વિયેટનામ   આસ્ત્રાખાનના પ્રધાનો  અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી સહિતના દેશોના પ્રતિનિધિઓ સમિટમાં ઉપસ્થિત રહેશે. ૨૪ દેશોના ડિપ્લોમેટ ,  પ્રધાનોની ઉપસ્થિતિમાં મંચ ઉપર સિસ્કો  , ડેલ  ,બોઇંગ , રિલાયન્સ   ,ટાટા    બિરલા મળીને ૫૮ સીઇઓ હાઇપ્રોફાઇલ સમિટના ઉદઘાટન પ્રસંગને શોભાવશે. આ પ્રસંગે રાજયપાલ ઓ.પી. કોહલી , સ્પીકર રમણલાલ વોરા , કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી , મખ્યપ્રધાન વિજય રૂપાણી , નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંચ ઉપર ઉપસ્થિત રહેશે.