વડોદરાઃ મીઠાઇના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા 

વડોદરાઃ મીઠાઇના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા 

વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જાણીતી મીઠાઇઓની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે વિવિધ દુકાનોમાંથી મોદક સહિત મીઠાઇઓના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આજથી શરૂ થઇ રહેલા ગણેશોત્સવમાં ગણપતિના પ્રસાદમાં મોદકનું વેચાણ વધારે થાય છે, ત્યારે શ્રદ્ધાળુઓએ શુદ્ધ મોદક મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આજે વડોદરા શહેરની જાણીતી એમ્બેસેડર, દુલીરામ પેંડા, પાયલ સહિત વિવિધ મીઠાઇઓની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યુ કે આ રૂટીન ચેકિંગ છે. આમ છતાં ચેકિંગમાં માવામાંથી બનાવવામાં આવતા મોદકમાં આરોગ્યને નુકશાનકારક મિશ્રણ કરવામાં આવ્યું છે કે કેમ? તેની તપાસ કરવામાં આવી રહી છે.