વડોદરાઃ પ્રાઈવેટ કેફેને ટક્કર મારે તેવું સરકારી કચેરીનુ ‘ધ રેવન્યુ કેફે’

વડોદરાઃ પ્રાઈવેટ કેફેને ટક્કર મારે તેવું સરકારી કચેરીનુ ‘ધ રેવન્યુ કેફે’

વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં કમિશનરેટ-2, સેન્ટ્રલ જીએસટી ભવનની કેન્ટીનનું ઈન્ટિરિઅર પ્રાઈવેટ કેફે કે રેસ્ટોરાંને પણ ટક્કર મારે તેવું ડીઝાઇન કરવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકાર હસ્તકની ઓફિસનું ઈન્ટિરિઅર આવું હોય તે પ્રથમ દ્રષ્ટિએ માની ન શકાય તેવું છે. આ નવી કેન્ટીનને ધ રેવન્યુ કેફે'' નામ અપાયુ છે. જૂની ખખડી ગયેલી કન્ડમ કાર, વેસ્ટ પાઈન વુડ કે જે બધું ભંગારમાં ફેંકી દેવાનું હતુ. તેને વેસ્ટમાંથી બેસ્ટ' અને રિસાઈકિલિંગનો અભિગમ  અપનાવીને સ્થાનિક કચેરીના અધિકારીઓએ આ ડિઝાઈન તૈયાર કરી હતી. જે પાઈનવૂડ ફેંકી દેવાનું હતુ. તેમાંથી કેફેની ફોલ્સ સિલિંગ તૈયાર કરી દે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટમાં વર્ષો અગાઉ ફિઆટ-118 કાર વપરાતી હતી.  તે ખખડધજ બની ગયા તેનો બેઠક વ્યવસ્થામાં ઉપયોગ કરાયો છે.