વડોદરાઃ માણેજા પાસે ઇલેક્ટ્રિકના થાંભલામાં ગાયનું મોઢું ફસાયુ

વડોદરાઃ માણેજા પાસે ઇલેક્ટ્રિકના થાંભલામાં ગાયનું મોઢું ફસાયુ

વડોદરાના માણેજા વિસ્તારમાં જાંબુઆ જકાતનાકા પાસેની ગાયત્રી નગર સોસાયટી ખાતેના ઇલેક્ટ્રિકના થાંભલાની ગેપમાં એક ગાયનું મોઢું ફસાઇ ગયું હતું. જેને જોઇને સ્થાનિકોએ ફાયર બ્રિગેડની મદદ લેવાની ફરજ પડી હતી. જેને ફાયર બ્રિગેડ અને સ્થાનીક લોકોની મદદથી 3 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત ગાયને મુક્ત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે થોડક જ દિવસો આગાઉ આ જ રીતેના થાંભલામાં એક યુવાને જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ વીજના થાંભલામાં ફસાયાની આ બીજી ઘટના સામે આવી છે.