વડોદરા: કમલા નગર તળાવમાં માછલીઓનું શંકાસ્પદ મોત

વડોદરા: કમલા નગર તળાવમાં માછલીઓનું શંકાસ્પદ મોત

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલા નગર તળાવમાં આજે અસંખ્ય માછલીઓનું શંકાસ્પદ મોત થતા વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. કામલાનગર તળાવમાં આજે સવારે એકાએક તળાવની માછલીઓ મરી જતા પાણીની સપાટી પર તરી આવી હતી. મારેલી માછલીઓથી ગણતરીના સમયમાં અતિશય દુર્ગંધ ફેલાતા આસપાસની સોસાયટીના રહીશો ત્રાસી ગયા હતા. માછલીઓના મોત ક્યાં કારણોસર થયા તે હજી રહસ્ય ખુલ્યુ નથી. નજીકમાં સુએઝ પમ્પિંગ સ્ટેશન આવેલું છે જ્યારે ડ્રેનેજના પાણી અને દૂષિત પાણી છોડવાના કારણે માછલીઓના મોત થયા હોવાના પ્રાથમિક તારણ નીકળ્યુ છે જ્યારે પાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.