વડોદરા: કોંગ્રેસના કાર્યકરોએ એક્સપ્રેસ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું 

વડોદરા: કોંગ્રેસના કાર્યકરોએ એક્સપ્રેસ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું 

મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલના દરરોજ વધતાં ભાવો અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. દ્વારા શહેરના પંડ્યા બ્રિજ, સમા રોડ તેમજ એક્સપ્રેસ હાઇવે ઉપર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યકરો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસે આંદોલન કારીઓની અટકાયત કરી લીધી હતી. ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે કોંગ્રેસ કાર્યકરો આજે સવારથી માર્ગો ઉપર ઉતરી પડ્યા હતા. અને માર્ગો ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. એન.એસ.યુ.આઇ. દ્વારા એમ.એસ. યુનિવર્સિટીને પણ બંધ કરાવી હતી. પોલિસે કેટલાક કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.