​​​​​​​વડોદરાઃ ડભોઇ વોર્ડ-8ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય

​​​​​​​વડોદરાઃ ડભોઇ વોર્ડ-8ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય

વડોદરાઃ ડભોઇ નગર પાલિકાના વોર્ડ-08માંથી કોંગ્રેસના સદસ્યનું અવસાન થતાં આ જગ્યા ખાલી હતી. આ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપાના દિગ્ગજ નેતાની હાર થઈ હતી. જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવારની 48 મતે જીત થઇ હતી. 
કોંગ્રેસના કોર્પોરેટરો, હોદ્દેદારો, કાર્યકરોમાં આંનદનું વાતાવરણ જોવા મળ્યું હતું. વિજેતા મહિલા ઉમેદવારનું ડી.જે.ના તાલે વાજતે ગાજતે નીકળેલા વિજય સરઘસમાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. ભાજપાના ઉમેદવાર માટે પ્રતિષ્ઠા હોવા છતાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકાબેન સોલંકીની સ્થાનિક ધોરણે સારી છબી હોવાથી અને કોંગ્રેસમાં કોર્પોરેટરો, હોદ્દેદારો તેમજ કાર્યકરોની મહેનતના ફળ સ્વરૂપે પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું.