વડોદરાઃ બડા ગણેશની મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પૂજા

વડોદરાઃ બડા ગણેશની મુખ્યપ્રધાન રૂપાણીએ કરી પૂજા

મુખ્ય પ્રધાન વિજય રૂપણીએ ગણેશ ચતુર્થીના દિવસે વડોદરા શહેરના જાગનાથ મહાદેવ મંદિર ખાતેના બડા ગણેશની પ્રતિમાના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને ગણેશોત્સવ અને સંવત્સરીની શુભેચ્છાઓ પાઠવી હતી. આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરાની મુલાકાતે હતાં. જ્યાં તેઓએ આરસના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલી દેશની સૌથી મોટી ગણેશની પ્રતિમાના દર્શન કર્યા હતા. અને સમયે મુખ્યમંત્રીએ ગણેશ યાગ કર્યા બાદ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. મંદિરમાં થોડા સમયના રોકાણ બાદ મુખ્યમંત્રી આગળના કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. જાગનાથ મહાદેવ મંદિર ખાતે આજથી ત્રણ દિવસ માટે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાડુ હોમવામાં આવશે.