વડોદરા કાઇટ ફેસ્ટિવલમાં નગ્ન મોડલના ચિત્રોવાળા પતંગ

વડોદરા કાઇટ ફેસ્ટિવલમાં નગ્ન મોડલના ચિત્રોવાળા પતંગ

વડોદરા શહેરના એક દિવસીય આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં વિવિધ પતંગે લોકોનું આકર્ષણ બન્યા હતા. પરંતુ આ ફેસ્ટિવલમાં નગ્ન મોડલના ચિત્રોવાળા પતંગ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મળતી માહિતી પ્રમાણે 9 દેશનાં 88 કરતાં વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ગ્રાઉન્ડ ઉપર જ એક પતંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદેશી મોડલના નગ્ન ફોટોગ્રાફ સાથેના પતંગ મૂકવામાં આવ્યા હતા.

નગ્ન ચિત્રોવાળા પતંગ ચગતા જ લોકોએ ચીચીયારીઓ પાડી
મહાનગરપાલિકા, ગુજરાત ટુરીઝમ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ સાથે વિદેશી મોડેલના નગ્ન ચિત્રવાળા પતંગો ગ્રાઉન્ડ ઉપર ચગતાં જ ઉપસ્થિત લોકોએ ચીચીયારીઓ પાડી હતી. જોકે, ગ્રાઉન્ડ ઉપર હાજર અધિકારીઓનું ધ્યાન આવા પતંગો તરફ ગયું હોય એવું જણાયું નથી.

 

source:Sandesh