VTETનાં કર્મચારીઓ અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતર્યા

VTETનાં કર્મચારીઓ અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતર્યા

વડોદરાઃ માનદ સેવા પેટે આપવામાં આવતા ભથ્થામાં વધારો કરવા, ખોટી રીતે કરવામાં આવતી હેરાનગતિ અને ખોટી રીતે ફટકારવામાં આવતા દંડના વિરોધમાં ગુરૂવારે વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના 200 જેટલા ટ્રાફિક બ્રિગેડના યુવાનો-યુવતીઓ ગુરૂવારથી બે મુદ્તની હડતાળ ઉપર ઉતરી ગયા હતા. જોકે, ટ્રસ્ટીઓએ હડતાળને ખોટી જણાવતા કહ્યું કે, ટ્રાફિક બ્રિગેડના યુવાનો-યુવતીઓને હડતાળ પાડવાનો કોઇ અધિકાર નથી. આ કામગીરી સેવાકીય પ્રવૃત્તી છે. વી.ટી.ઇ.ટી.માં કામ કરતી જયાબહેન વસાવા અને શારદાબહેન પરમારે જણાવ્યું હતું કે, અમે વોશરૂમમાં માસિક ધર્મના કામ માટે જઇએ છે. ચા-નાસ્તો કરવા જઇએ, સ્લિપર પહેરીને આવીએ, કપડા ચોખ્ખા નથી. તેવા વિવિધ કારણોસર અમારા પગારમાંથી રૂપિયા 125 દંડના નામે કાપી લેવામાં આવે છે. અમારૂ સેવાના નામે શોષણ કરવામાં આવે છે. જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે ટ્રાફિકની સેવામાં જોડાઇશું નહીં. 
આશિષ રાવલ, ગૌતમ ચીખલીયા અને રણજીત રાઠવાએ જણાવ્યું હતું કે, અમે લોકો સરકારી, અર્ધસરકારી કર્મચારીઓની જેમ 8 કલાક નોકરી કરીએ છીએ. અમોને એક દિવસના રૂપિયા 250 ભથ્થારૂપે આપવામાં આવે છે. જેમાં એક દિવસના વીક ઓફનો પગાર કાપી લેવામાં આવે છે. આ ઉપરાંત અમારો વિવિધ કારણોસર દંડ ફટકારીને ભથ્થામાં કાપ મુકવામાં આવે છે.