વડોદરાઃ સૂરસાગરમાં ગણેશ વિસર્જન વખતે મૂર્તિ ક્રેઈનની એંગલમાંથી છૂટતાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

વડોદરાઃ સૂરસાગરમાં ગણેશ વિસર્જન વખતે મૂર્તિ ક્રેઈનની એંગલમાંથી છૂટતાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત

વડોદરાઃ ગણેશ વિસર્જનની મોડી રાત્રે સુરસાગર તળાવ ખાતે વિસર્જન માટે આવેલી શ્રીજીની મુર્તિ ક્રેઇનના એંગલમાંથી છટકી જતાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ ઘટનાનો વિડીયો ગણતરીની મિનીટોમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતાં ભાવિકોએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત બીજી ઘટનામાં કિશનવાડી સુભાષ ચોકમાં મંડપ તૂટી પડતાં 4 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

મળેલી માહિતી અનુસાર, ગણેશ વિસર્જનની મોડી રાત સુધી સુરસાગર ખાતે મુર્તિના વિસર્જનની કામગીરી ચાલુ રહી હતી. શ્રીજીની મોટી મુર્તિઓ માટે તંત્ર દ્વારા સુરસાગરની ચારે કોર નાની-મોટી ક્રેઇનો મૂકવામાં આવી હતી. દરમિયાન એક ગણેશ મંડળની આશરે 10-12 ફૂટની શ્રીજીની મુર્તિને સુરસાગર ખાતે વિસર્જન માટે મૂકવામાં આવેલી ક્રેઇન દ્વારા ઉંચકવામાં આવી હતી. ક્રેઇન દ્વારા ઉઠાવવામાં આવેલી શ્રીજીની મુર્તિ માંડ 2 ફૂટ ઉંચે જાય તે પૂર્વે જ ક્રેઇનના એંગલમાંથી ઉંધી પડતાં વિસર્જન જોવા માટે ઉભેલા ભાવિકો ઉપર પડી હતી. જેમાં બે વ્યક્તિઓ મુર્તીની નીચે દબાઇ જતાં સામાન્ય ઇજા પહોંચી હતી અને વિસ્તારમાં નાસભાગ મચી હતી. જોકે સમય જતા નાસભાગ સમી ગઇ હતી.