રૂા.3.93 કરોડના ખર્ચે જાંબુવા અને ફતેપુરાથી એરપોર્ટ સર્કલ સુધી બે નવા રસ્તા બનાવાશે 

રૂા.3.93 કરોડના ખર્ચે જાંબુવા અને ફતેપુરાથી એરપોર્ટ સર્કલ સુધી બે નવા રસ્તા બનાવાશે 

વડોદરા: શહેરના જાંબુવા અને ફતેપુરાથી એરપોર્ટ સર્કલ સુધી બે નવા રસ્તા બનાવવા માટે મંજુરી આપવામાં આવી છે. એટલું નહીં,ચાર ઝોનમાં 40 કરોડ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવા માટે પણ લીલી ઝંડી આપવામાં આવી છે. જે મુજબ, જાંબુવા સ્થિત બેસીલ સ્કૂલ પાસેથી જાંબુવા ગામના એપ્રોચ સુધી 18 મીટરનો રસ્તો બનાવવા માટે પાલિકાએ ટેન્ડર મંગાવ્યા હતા અને તેમાં લોએસ્ટ ટેન્ડર રૂા.3.93 કરોડનું રહેતા તેને મંજુરી માટે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવતા તેને મંજુરી આપવામાં આવી હતી. તેવી રીતે,ફતેપુરા મંગલેશ્વર ઝાંપાથી સંગમ થઇ માણેકપાર્ક સર્કલ સુધીનો રસ્તો વોલ ટુ વોલ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.