SSGના પ્રસુતિ ગૃહમાં ટ્વિન્સ બાળકીઓના મોત, પરિવારે હોબાળો મચાવ્યો

SSGના પ્રસુતિ ગૃહમાં ટ્વિન્સ બાળકીઓના મોત, પરિવારે હોબાળો મચાવ્યો

વડોદરાઃ સયાજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં એક મહિલાએ એક માસ પૂર્વે ટિ્વન્સ બાળકીઓને જન્મ આપ્યો હતો. એક બાળકીનું જન્મના 21 દિવસ બાદ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાળકીનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. ત્યારે 13 દિવસનાં ટુંકા ગાળામાં ટિવન્સ બાળકીઓના મોત તબીબોની નિષ્કાળજીના કારણે નીપજ્યા હોવાનો આક્ષેપ મૂકી પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. તબીબો સામે પોલીસ ફરિયાદ કરવાની મહિલાના પરિવારજનોએ માંગણી કરી હતી. જ્યારે હોસ્પિટલના તબીબોએ પરિવારજનોના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
શહેરના ચોખંડી ચંપાગલીમાં રહેતા અને રાવપુરા રોડ ઉપર કપડાની દુકાનમાં નોકરી કરતા મુકેશ માછીએ જણાવ્યું હતું કે, ગત તા. 9-8-017ના રોજ પત્ની સંગીતાને પ્રસુતિ માટે સયાજી હોસ્પિટલની રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં દાખલ કરવામાં આવી હતી. પત્નીની પ્રથમ ડિલીવરી હતી. પત્નીના ગર્ભાશયમાં ટિ્વન્સ બાળકો છે. તેવી અમોને જાણ હતી.

ટ્વિન્સ બાળકીઓ જન્મતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો
મુકેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે,તા.10-8-017ના રોજ રાત્રે 10 કલાકે પત્નીએ 1.300 કિ.ગ્રામ વજનની બાળકીને જન્મ આપ્યો હતો. 10-30 કલાકે બીજી 1.320 કિ.ગ્રામ વજનની બાળકીને જન્મ આપ્યો હતો. તે સમયે તબીબોએ અમોને બંને બાળકીઓ તેમજ માતાની તબીયત તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું. પત્નીએ ટિ્વન્સ બાળકીઓને જન્મ આપતાં પરિવારજનો ખૂશ થઇ ગયા હતા. સાથે અમે એવો પણ આનંદ વ્યક્ત કર્યો હતો કે, ઘરમાં બે-બે લક્ષ્મીજી આવ્યા. અમારા પરિવારમાં ટિ્વન્સ બાળકીઓનો જન્મ થતાં પરિવારજનો ખૂશી મનાવી રહ્યા હતા. પરંતુ, અમારી ખૂશી થોડા દિવસ માટેની હતી. તે અમોને ખબર ન હતી. ગત તા.31-8-017ના રોજ મારી ટિ્વન્સ બાળકીઓ પૈકી એકનું મોત નીપજતાં અમે દુઃખી થયા હતા