રૂક્ષ્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં પીવાના પાણીની સુવિધા નથી, કોલ્ડરૂમ પાસે પાણી ભરવા મજબૂર

રૂક્ષ્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં પીવાના પાણીની સુવિધા નથી, કોલ્ડરૂમ પાસે પાણી ભરવા મજબૂર

વડોદરા: એસએસજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચૈનાની પ્રસુતી વિભાગમાં પીવાના પાણીની યોગ્ય સુવિધાના અભાવે દર્દીઓના સગાને પીવાનુ પાણી કોલ્ડરૂમથી લઇ જવુ પડે છે. દુર્ગંધ મારતા કોલ્ડરૂમ બહાર હાથ-પગ ધોવા મૂકવામા આવેલી પાણીની લાઇનમાંથી પાણી લઇ જવા માટે મજબૂર હોવાનો આક્ષેપ દર્દીઓના સગાએ કર્યો હતો.
સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચૈનાનીમાં પીવાના પાણીની સુવિધા હોવાથી ડીલીવરી માટે આવતા દર્દીઓ અને તેમના સગાઓએ પોસ્ટમોર્ટમ રૂપ પાસેથી પાણી ભરવા જવું પડે છે. પોસ્ટ મોટર્મ રૂપ પાસે પણ ગંદકી અને મચ્છરો જોવા મળી રહ્યા છે તેમજ પીવાની પાણીના નળની આજુબાજ લીલ બાઝી ગઇ હોવાથી દર્દી તથા તેમના સગાઓને પડી જવાનો ભય રહે છે.