વિકાસના નામે શૂન્યઃ ITIના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલમાં બારી બારણાં જ નથી!

વિકાસના નામે શૂન્યઃ ITIના વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલમાં બારી બારણાં જ નથી!

વડોદરાઃ શહેરનાં તરસાલી વિસ્તારમાં આવેલી રાજય સરકાર સંચાલિત આઇ.ટી.આઇ.ની વિદ્યાર્થી માટેની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ કફોડી હાલતમાં રહે છે. આ હોસ્ટેલ માં ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ જ રહે છે. રાજય સરકારે ૪૦ વર્ષ પૂર્વે ધો.૧૦ પાસ કરનાર વિદ્યાર્થી ટેકનિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે વડોદરાના તરસાલી વિસ્તારમાં આઇ.ટી.આઇ.ની સ્થાપના કરી હતી. આઇ.ટી.આઇ.ના બહારગામથી આવતાં વિદ્યાર્થીઓ માટે એક હોસ્ટેલ બંધાઇ છે.આઇ.ટી.આઇ.માં અભ્યાસ માટે ખાસ કરીને ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે. આદિવાસી ઉપરાંત અન્ય જ્ઞાાતિના થોડા વિદ્યાર્થીઓ પણ આ હોસ્ટેલમાં રહે છે.
હોસ્ટેલનાં ૨૭ રૂમો છે. તેમાં મોટાભાગની રૂમોમાં બારી બારણા નથી, પંખા નથી. હોસ્ટેલની આગળ પાછળ ગંદકીનું સામ્રાજય થઇ ગયું છે. પલંગો પણ તુટેલા છે. ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક રૂ.૨૫૦ અને રૂ.૧૦૦ સર્વિસ ચાર્જ લેવામાં આવે છે. એક રૂમમાં છ વિદ્યાર્થી રહે છે. હોસ્ટેલની બારીઓના બધા કાચ તુટી ગયા છે. આઇ.ટી.આઇ. હોસ્ટેલની બિસ્માર હાલતને કારણે ગરીબ વિદ્યાર્થીઓ હજુ પણ આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં જ રહેતા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.