રાજકોટ: ભૂકંપનો 3.1ની તીવ્રતા આંચકો, કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર

રાજકોટ: ભૂકંપનો 3.1ની તીવ્રતા આંચકો, કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર

રાજકોટ: ગુજરાત પર ઓખી વાવાઝોડાનો ખતરો હતો. આ ખતરો ટળ્યો ત્યારે રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.1ની હતી. તેમજ આ આંચકાથી મોટાભાગના લોકો અજાણ હતા. જ્યારે કેટલાક લોકોએ આંચકો અનુભવતા ગભરાટ ફેલાયો હતો. રાજકોટમાં મંગળવારે 11.10 વાગે આવેલા 3.1 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર પૂર્વ દક્ષિણ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આંચકાની વધુ અસર જોવા મળી નથી. આંચકાની તીવ્રતા હળવી હોવાથઈ લોકોને પણ આ અંગે ખબર નથી. આ ઉપરાંત કચ્છમાં પણ ઘણા સમય બાદ મંગળવારે બપોરે 11.15 વાગે રાપરમાં 1.8ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અમુભવાયો હતો.