રિવર્સ વેન્ડિંગ મશીનમાં બોટલ નાંખો અને 1 રૂપિયો મેળવોઃ CMની જાહેરાત

રિવર્સ વેન્ડિંગ મશીનમાં બોટલ નાંખો અને 1 રૂપિયો મેળવોઃ CMની જાહેરાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિશ્વ પર્યાવરણ દિને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં PET પ્લાસ્ટિક બોટલ્સના રિસાયક્લિંગ દ્વારા રી યુઝ માટે નગર અને ગામોમાં 25 હજારથી વધુ બોટલ વેન્ડિંગ મશીન RVM(રિવર્સ વેન્ડિગ મશીન) મુકવામાં આવશે. હાલ PET પ્લાસ્ટિક બોટલ્સ પર 30 પૈસા મળે છે, જેમાં વધારો કરીને એક રૂપિયો કરવામાં આવ્યો છે. આમ RVMમાં બોટલ્સ નાંખનારને 1 રૂપિયો મળશે. 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વપરાશ ઉત્પાદન પર નિયમન અંગે ઉત્પાદકો સાથે પરામર્શ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, 400 નગરોમાં 11 જૂન સુધી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન લોક સહયોગથી શરૂ કરવામાં આવશે. તેમજ સુઝલામ સુફલામ અભિયાનમાં નદીઓ અને નહેરોની સફાઈ બાદ હવે આ અભિયાનથી ગુજરાતને કચરા મુક્ત કરી ચોમાસામાં વરસાદી પાણીમાં ભળતો કચરો અટકાવવો છે.