સુરતઃ NH 8 પર ટ્રેક્ટર અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં રાહદારી સહિત બેનાં મોત

સુરતઃ NH 8 પર ટ્રેક્ટર અને ટેમ્પો વચ્ચે અકસ્માતમાં રાહદારી સહિત બેનાં મોત

નેશનલ હાઈવે 8 પર ઉભેલા ટ્રેક્ટરમાં ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેથી ટેમ્પો ચાલક અને રોડ પર ઉભેલા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતના પગલે ત્રણ જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નેશનલ હાઈ વે પર વાલેસા પાટીયા નજીક ઈંટ ભેરેલા ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલા ટ્રેક્ટરમાં ટેમ્પો ઘૂસી ગયો હતો. અકસ્માતના પગલે ત્રણ શખ્સોને ગંભીર ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પાલોદ પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે.