સ્ટર્લિંગ ગ્રૂપના જીએમની પત્નીને પણ CBI દ્વારા સમન્સ

સ્ટર્લિંગ ગ્રૂપના જીએમની પત્નીને પણ CBI દ્વારા સમન્સ

વડોદરાઃ સ્ટર્લિંગ ગ્રૂપના જનરલ મેનેજર અજય પંચાલની CBIએ અટકાયત કરીને પૂછપરછ કર્યા બાદ હવે તેની પત્ની સ્ટર્લિંગ ગૃપના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવે છે. પીન્કી પંચાલને CBI દ્વારા તા.17મીએ હાજર રહવા સમન્સ પાઠવવામાં આવ્યો હોવાનું સુમાહિતગાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. સ્ટર્લિંગ ગૃપ ઓફ કંપનીમાં અગાઉ IDના દરોડા પડયા હતા અને તે બાદ સી.બી.આઇ.એ વર્ષ ૨૦૧૧ ની મળેલી ડાયરીની નોંધના આધારે આવકવેરા વિભાગના ત્રણ કમિશનર કક્ષાના અધિકારીઓએ ફરિયાદ દાખલ કરી હતી. કહેવાય છે કે સ્ટર્લિંગ ગૃપના જનરલ મેનેજર (ફાઇનાન્સ) અજય પંચાલ વર્ષ-૨૦૧૧ ની આ ડાયરી 'મેન્ટેઇન' કરતા હતા. આ ડાયરીમાં ઇન્કમટેક્સ ખાતાના ત્રણ સિનીઅર અધિકારીઓ સાથે થયેલા બેનામી નાણાકીય વ્યવહારોનો ઉલ્લેખ કરાયો છે. સી.બી.આઇ.એ  દાખલ કરેલી ફરિયાદમાં નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સહિત વીસ વ્યક્તિઓ બેનામી નાણાકીય વ્યવહાર અને હવાલાથી નાણાંની હેરાફેરીમાં સંડોવાઇ હોવાની નોંધ કરાઇ છે. CBI દ્વારા અજય પંચાલની પૂછપરછ દરમ્યાન તેની પત્ની પીન્કી પંચાલ પણ સ્ટર્લિંગ ગૃપનાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હોવા અંગેની જાણકારી સી.સી.આઇ.ને મળી હતી. વળી પીંકી પંચાલે પણ સ્ટર્લિંગ ગૃપ વતી કેટલાકે બેનામી નાણાંકીય વ્યવહાર કર્યા હોવાની માહિતીના આધારે CBI એ સમન્સ પાઠવી પીન્કીને નવીદિલ્હી ખાતે સીબીઆઇ ઓફિસમાં હાજર રહેવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે.