સરદારની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને તૈયાર, જોઈ લો તસવીર

સરદારની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને તૈયાર, જોઈ લો તસવીર

નરેન્દ્ર મોદીનો એક ઐતિહાસિક ડ્રીમ પ્રોજેક્ટ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' હવે પૂર્ણતાને આરે પહોંચી ગયો છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર સરોવર યોજનાની સામે જ ખડી થઈ ગઈ છે. 

હવે 'કુછ તો દિન ગુજારો ગુજરાતમેં' એવી આતિથ્યભરી જાહેરખબરમાં પ્રવાસીઓના આકર્ષણ માટેનું એક ઓર સ્થળ ઉમેરાઈ જશે. 31 ઓક્ટોબર-સરદાર જયંતીએ વડાપ્રધાન જે પ્રતિમાનું અનાવરણ કરવાના છે તેનું શિલારોપણ પણ તેમણે જ ગુજરાતના મુખ્યમંત્રીની હેસિયતથી કર્યું હતું.