સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ રાજનાથસિંહના આગમન સમયે ટિકિટ બારી બંધ કરાતા પ્રવાસીઓએ પથ્થરમારો કર્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ રાજનાથસિંહના આગમન સમયે ટિકિટ બારી બંધ કરાતા પ્રવાસીઓએ પથ્થરમારો કર્યો

કેવડિયા ખાતે આજથી શરૂ થયેલી DG કોન્ફરન્સને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહના આગમન સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ બારી બંધ કરી દેવામાં આવી હતી. જેથી નારાજ કેટલાક પ્રવાસીઓએ પીઆરઓ ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો. જેથી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને મામલો થાળે પાડ્યો હતો. કેવડિયા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં આજથી 3 દિવસીય DG કોન્ફરન્સ શરૂ થઇ છે. આવતીકાલે 21 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી પણ કેવડિયા આવવાના છે. કેવડિયા તરફ જતી ગાડીઓનું 30 કિલોમીટર દૂરથી પોલીસ ચેકિંગ કરી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટી બારી બંધ કરવામાં આવતા પ્રવાસીઓએ રોષે ભરાયા અને પીઆરઓ ઓફિસ ખાતે હોબાળો મચાવ્યો હતો.