સૌરાષ્ટ્ર APMC ટ્રેડર એસોસિએશન ગુજરાતમાં ખેડૂત આંદોલનના મૂડમાં

સૌરાષ્ટ્ર APMC ટ્રેડર એસોસિએશન ગુજરાતમાં ખેડૂત આંદોલનના મૂડમાં

સૌરાષ્ટ્રમાં ભાવફેર યોજના લાગુ કરવા માટે ચાલી રહેલી હડતાલ આજે ત્રીજા દિવસે થઇ ગયા છે. વેપારી કમિશન એજેન્ટ પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું કે છેલ્લા 6 મહિનાથી અમે ગુજરાતમાં ભાવાન્તર યોજના લાગુ કરવા માટે લડી રહ્યાં છે. જો આ મુદ્દે સરકાર અમારી સાથે મિટિંગ નહીં કરે તો આવનાર સમયમાં ગુજરાતમાં ખેડૂત આંદોલન થશે. દોઢ મહિના પહેલા મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી હતી પણ તેનો હજૂ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. તેમજ સરકારને 6 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું તેનો પણ કોઈ જવાબ નથી મળ્યો. આજે અમે 3 દિવસથી હડતાળ પર છીએ ત્યારે DK સખીયાએ સરકાર સાથે મિટિંગ માટેની ખાતરી આપી છે. પણ જ્યાં સુધી સરકાર અમારી સાથે મિટિંગ નહી કરે અમે માર્કેટયાર્ડ બંધ રાખીશું.