સંખેડાઃ નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ, પાંચ ખેતરોમાં પાણી ભરાયા 

સંખેડાઃ નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ, પાંચ ખેતરોમાં પાણી ભરાયા 

સંખેડા તાલુકાની કસુંબિયા વસાહત પાસે નર્મદા નહેરની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનમાં ભંગાણ પડવાને કારણે ચારથી પાંચ જેટલા ખેતરોમાં પાણી ભરાયા છે. જેના કારણે ડાંગર, મકાઇ જેવા પાકોને નુકશાન થયું છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ પણ તકેદારીના પગલા લેવાયા નથી. 
સંખેડા તાલુકાની કસુંબિયાની સીમમાં આવેલા વાલ્વ પાસે કેનાલ લીકેજ થઇ રહી હતી. કેનાલનું પાણી લીક થઇને આસપાસના ખેતરોમાં પાણી ભરાઇ રહ્યા છે. અહીંયા જે ખેતરોમાં ડાંગર વાવેલી છે. એ ખેતરોમાં પાણી ભરાતા પાક બળી જાય એવી સ્થિતિ સર્જાઇ છે.તો અન્ય એક ખેતરમાં તો ઘુસવું જ મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારના એકત્ર થયેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓએ આ બાબતે કેનાલના અધિકારીઓને જાણ કરી હોવા છતાં પણ આ બાબતે કોઇ જ