ઇ-ચલણના પગલે નોન-બ્રાન્ડેડ હેલ્મેટનું વેચાણ 50 ટકા વધ્યું 

ઇ-ચલણના પગલે નોન-બ્રાન્ડેડ હેલ્મેટનું વેચાણ 50 ટકા વધ્યું 

વડોદરા: શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વડોદરાવાસીઓને દંડ ફટકારવા માટે જાણે શહેરમાં વાહનોની અવર જવર વધુ હોય તેવા જુદા જુદા 10 વિસ્તારોમાં 70 જેટલા કેમેરા ફીટ કરવામાં આવ્યાં છે છે. લોકોના ઘરે આડેધડ મેમા આવી રહ્યાં હોવાથી નાછૂટકે હવે લોકો દંડમાંથી બચવા માટે હેલ્મેટ ખરીદવા દોટ મુકી છે. શ્રીમંતો તો કારમાં ફરતા હોવાથી તેમને આવો દંડ ભરવાનો આવતો નથી. પણ મેમાથી ગરીબ અને મધ્યમ વર્ગના લાખો લોકો પરેશાન થઇ ગયા છે. સામી દિવાળીએ આવતાં ખર્ચની સામે ટ્રાફિક વિભાગની સખ્તાઇને લીધે ફટકારાતો દંડ આકરો લાગે છે પણ બજેટને સેટ કરવા માટે મજબૂરીમાં લોકો સસ્તા અને નોન બ્રાન્ડેડ હેલ્મેટ ખરીદી રહ્યાં છે. હેલ્મેટના વેપારીએ જણાવ્યુ કે, લોકો સલામતી માટે નહિ પણ દંડથી બચવા હેલ્મેટ ખરીદે છે. ટ્રાફિકવિભાગના નિયમ અનુસાર આઇએસઆઇ માર્કવાળા હેલ્મેટ માન્ય ગણાય છે. પરંતુ કેમેરાંમાં ફક્ત હેલ્મેટ પહેરેલી બતાવવા લોકો સસ્તા નોનબ્રાન્ડેડ હેલ્મેટ ખરીદે છે. બ્રાન્ડેડ હેલ્મેટનું 25 ટકા જ્યારે નોનબ્રાન્ડેડ હેલ્મેટનું 50 ટકા વેચાણ વધ્યુ છે.