વડોદરા: કચરાના ઢગલા પર બગીચો ઉછેરીને અન્ય શહેરો માટે ઉદાહરણ પુરૂ પાડ્યું : રૂપાણી

વડોદરા: કચરાના ઢગલા પર બગીચો ઉછેરીને અન્ય શહેરો માટે ઉદાહરણ પુરૂ પાડ્યું : રૂપાણી
વડસર લેન્ડફિલ સાઇટ ખાતે કચરાના ઢગલા પર બગીચો ઉછેરીને વડોદરાઅે રાજ્યનાં શહેરોને નવી દિશા આપી છે તેમ કહીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરાને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં શહેરી વનનું લોકાર્પણ કર્યું હતું. અટલાદરા ખાતેના એસટીપીમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશન સાથે રૂા.35 કરોડના રોકાણના કરાર હેઠળ બનનારા લિક્વિડ સ્લજ પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને છાણી એસટીપીમાંથી શુદ્ધ કરેલું મલિન જળ આઇઓસીએલને પૂરું પાડવા માટેનો એમઓયુ પણ શનિવારે કરવામાં આવ્યો હતો.