ગુજરાત: આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાત: આગામી 72 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

અમદાવાદઃ નૈઋત્ય ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે હવે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં પણ 72 કલાકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થશે તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જોકે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ નબળી પડતા હવે ભારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના ટળી ગઈ છે. હવે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અમદાવાદનું તાપમાન પણ 41.9 ડિગ્રી સુધી પહોંચી જવાની સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ સામાન્યથી વધુ રહેતા લોકો પરસેવે નીતરતા જોવા મળ્યા હતા. બુધવારે 42.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. ડીસા 41.6 ડિગ્રી, ગાંધીનગર 41.5, વલ્લભ વિદ્યાનગર 41.5, વડોદરા 40.3 પારો રહ્યો હતો.