રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 21મીથી ગુજરાતની મુલાકાતે આવશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 21મીથી ગુજરાતની મુલાકાતે આવશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 21,22 અને 23 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આ સમય દરમિયાન વિવિધ શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના કાર્યક્રમોમાં હાજરી આપશે. 21મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશનમાં હાજરી આપશે. 22મીએ વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે જ્યારે 23મીએ ગોંડલ ખાતે સ્વામિનારાયણ મંદિરના મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ રાામનાથ કોવિંદના હાલ ત્રણ મુખ્ય કાર્યક્રમો નિશ્ચિત થયા છે.