પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ, 15 કિશોરીઓ દાઝી, 3નાં મોત

પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ, 15 કિશોરીઓ દાઝી, 3નાં મોત

રાજકોટ: ઉપલેટાથી 30 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલામાં ચાલી રહેલી રાષ્ટ્રકથા શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં શુક્રવારની રાત્રિના શોટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગમાં ત્રણ શિબિરાર્થી કિશોરીના મોત થયા છે. પાંચના મોતની શંકા સેવાઇ રહી છે. 15 કિશોરીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે. 50 ટેન્ટ સળગીને ખાખ થઇ ગયા હતા. મૃતકોમાં કૃપાલી અશોક દવે જે મોરબી રહે છે, વનિતા જમોડ સાયલા તાલુકાના ગામના જમોડની વતની છે, તો કિંજલ અરજનભાઇ આંબેડી જે જસદણની છે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ પ્રાસલામાં શિબિર દરમ્યાન થયેલી આગની દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરી આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ કલેક્ટરને આદેશો આપ્યા છે. મુખ્યમંત્રી એ આ દુર્ઘટના માં મૃત્યુ પામેલી 3 શિબિરાર્થી દીકરીઓ પ્રત્યે સંવેદના વ્યક્તિ કરી તેમના પરિવાર જનોને મુખ્યમંત્રી રાહતનિધિ માંથી 4 લાખ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કરી છે.