વડોદરા: પ્લાસ્ટિક પ્રતિબંધના પ્રથમ દિવસે 1756 કિલો પ્લાસ્ટિક જપ્ત

વડોદરા: પ્લાસ્ટિક પ્રતિબંધના પ્રથમ દિવસે 1756 કિલો પ્લાસ્ટિક જપ્ત

પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયા બાદ વડોદરા મહાનગર પાલિકા એક્શન આવી છે. પાલિકાની 35 ટુકડીએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 1750 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં, સૌથી વધુ જથ્થો મંગળબજાર,પદ્માવતી શોપિંગ સેન્ટર,નાગરવાડા,સ્ટેશન વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ચાલી રહેલ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે રાજકોટ,અમદાવાદ બાદ વડોદરા પાલિકાએ પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ,સંગ્રહ, પેકિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ બાદ બુધવારે મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવની સૂચનાથી તમામ 12 વહીવટી વોર્ડમાં 35 ટુકડીએ પ્લાસ્ટિક ચેકિંગ ઝુંબેશ ઉપાડી હતી. જેમાં, 776 કિલો પ્લાસ્ટિકનાં પાઉચ,351 કિલો પ્લાસ્ટિકની થેલી અને 629 કિલો પ્લાસ્ટિકના કપ મળી કુલ 1756 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.