શુક્રવારે શહેર-જિલ્લાના 125 પેટ્રોલ પંપો બંધ રહેશે

શુક્રવારે શહેર-જિલ્લાના 125 પેટ્રોલ પંપો બંધ રહેશે

વડોદરા: દેશભરના પેટ્રોલ પંપ ડિલર્સના બનેલા યુનાઇટેડ પેટ્રોલિયમ ફ્રન્ટ દ્વારા શુક્રવારે પેટ્રોલ-ડિઝલની ખરીદી-વેચાણ બંધ રાખવાની જાહેરાત સાથે દેશવ્યાપી હડતાળનું એલાન અપાયું છે. જેમાં વડોદરા શહેર-જિલ્લાના 125 પેટ્રોલ પંપો બંધ રખાશે. યુનાઇટેડ પેટ્રોલિયમ ફ્રન્ટ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રોજેરોજ ભાવ બદલવાની પદ્ધતિ તાત્કાલિક બંધ કરવાની માગણી કરાઇ છે. જ્યારે વન નેશન-વન ટેક્સનો અમલ કરવા, પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવા જણાવાયું છે.