આનંદીબહેન પટેલની સમારંભમાં પાટીદારોની પાંખી હાજરી

આનંદીબહેન પટેલની સમારંભમાં પાટીદારોની પાંખી હાજરી

વડોદરાઃ ચૂંટણીઓનો પ્રચાર પૂરજોશમાં ચાલુ છે ત્યારે મંગળવારે રાજયના આનંદીબેન પટેલે શહેરમાં ત્રણ જગ્યાએ સમંલેનમાં હાજરી આપી હતી ખુરસીઓ ખાલી રહેતા કેટરીંગના કર્મીને બેસાડયા હતા. પાટીદાર અનામત આંદોલનના પગલે રાજયમાં ભાજપ સામે ઉભા થયેલ અંસતોષ વચ્ચે પાટીદારોને રીઝવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે શહેરમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. સ્નેહમિલન સમારંભમાં પૂર્વ મુખ્યમંત્રીએ પાટીદારો ભાજપની સાથે રહ્યા હોવાનું કહ્યું હતું. પાટીદારોના સ્નેહ મીલન સમારંભમાં મિડિયાને ઉપસ્થિત રહેવા દેવામાં આવ્યા ન હતા. પૂર્વ મુખ્યમંત્રી સ્નેહમિલનમાં હાજર રહ્યા હતા પણ ખુરસીઓ ખાલી હતી. સમારંભમાં ખુરશીઓ ખાલી રહેતા કેટરીંગવાળાને બેસાડવા પડયા.