પરષોત્તમ સોલંકીએ હજુ MLA તરીકે શપથ લીધા નથી

પરષોત્તમ સોલંકીએ હજુ MLA તરીકે શપથ લીધા નથી

અમદાવાદ: ગુજરાતમાં રચાયેલી ભાજપ સરકારમાં ધારાસભ્યો અને મંત્રીઓની નારાજગીનો સિલસિલો અટકતો જ નથી. વિધાનસભાના સભ્ય તરીકે શપથ લેવા માટેની આજે બીજી વખત શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના બાકી રહી ગયેલા ધારાસભ્યોએ શપથ લીધા હતા, પરંતુ ગુજરાત સરકારના નારાજ મંત્રી પરષોત્તમ સોલંકીએ આજે પણ ધારાસભ્યો તરીકેના શપથ લીધા નથી. ગુજરાતમાં ફરીથી વિજય રૂપાણીની સરકાર બન્યા બાદ મંત્રીપદ માટે અને મનપસંદ ખાતા મેળવવા માટે મંત્રીઓમાં નારાજગી શરૂ થઇ હતી. જેમાં નાણાખાતું લેવા માટે નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરતાં તેમને નાણાખાતું આપી દેવામાં આવ્યું હતું. તે પછી મંત્રી પરષોત્તમ સોલંકીએ પણ પોતાની સીનિયોરિટી પ્રમાણે કેબિનેટ કક્ષાનું મંત્રીપદ આપવા માટેની જીદ પકડી હતી અને આ મુદ્દે સોલંકીએ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીના આગ્રસચિવ કે.કૈલાશનાથન સમક્ષ પણ નારાજગી વ્યક્ત કરી હતી.