વડોદરાને સ્લમ ફ્રી સિટી બનાવવા સુભાનપુરા-ગોત્રી રોડ પર 100થી વધુ મકાનો તોડાયા

વડોદરાને સ્લમ ફ્રી સિટી બનાવવા સુભાનપુરા-ગોત્રી રોડ પર 100થી વધુ મકાનો તોડાયા

વડોદરા: શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટેના પ્રોજેકટના ભાગરૂપે પાલિકા દ્વારા સુભાનપુરા અને ગોત્રી રોડ વિસ્તારની વસાહતોના 100થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખાએ શુક્રવારે સવારે સુભાનપુરા વિસ્તારની પાર્વતીનગર વસાહતમાં પહોંચીને 60 જેટલા કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરી નાંખ્યા હતા. તેવી રીતે, ગોત્રી રોડ પર આવેલ ચંદ્રનગરના 15 અને કંચનલાલના ભઠ્ઠાના 29 જેટલા મકાનોનો પણ સફાયો બોલાવ્યો હતો. ત્રણેય વસાહતોવાળી જગા પીપીપી મોડેલથી વિકસાવીને આવાસો માટે ફાળવેલી છે અને તેના રહીશોને આવાસોની ફાળવણી થાય ત્યાં સુધી માસિક ભાડુ ચૂકવવામાં આવનાર છે. પાલિકાએ મકાનો તોડી નાખીને જગ્યા ખુલ્લી કરાવી હતી.