મોદી અને ઇઝરાયલના PMનો 17મીએ અમદાવાદમાં રોડ શો

મોદી અને ઇઝરાયલના PMનો 17મીએ અમદાવાદમાં રોડ શો

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે 17મીએ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહેલા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ અમદાવાદમાં સંયુક્ત રોડ શો યોજે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. બંને વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો યોજી જનતાનું અભિવાદન ઝીલશે. તેમજ સમગ્ર રૂટ પર ગુજરાતની સંસ્કૃતિ ઉજાગર કરતા કાર્યક્રમો યોજાશે. બંને વડાપ્રધાનને સત્કારવા માટેની તૈયારીઓમાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાઇ છે. સૂત્રોના કહેવા મુજબ હાલ આ પ્રકારનું આયોજન થઇ રહ્યું છે અને સલામતી સહિતના મુદ્દાઓ ચકાસવામાં આવી રહ્યા છે. 17મી જાન્યુઆરીએ દિલ્હીથી મોદી અને નેતાન્યાહુ એક સાથે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે, જ્યાંથી મોટરમાર્ગે સાબરમતી આશ્રમ પહોંચશે જ્યાં મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ બંને વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સાણંદ ખાતે આઇ-ક્રીએટ કંપનીની મુલાકાતે પહોંચશે.