ગુજરાત: અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રોડ પર પાણી ભરાયા

ગુજરાત: અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રોડ પર પાણી ભરાયા

ઉત્તર ગુજરાતમાં ગરમી બાદ સોમવારે અંબાજીમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. દાંતા અને અમીરગઢમાં ઝાપટું પડતાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત અરવલ્લીના પોશીના, ભિલોડા સહીત વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.ઉત્તર ગુજરાતમાં સોમવારે મહત્તમ તાપમાન પોણા ડિગ્રી જેટલું ઉચકાતાં ડીસા 40.4 ડિગ્રી સાથે સૌથી ઊંચુ તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ રાત્રીનું તાપમાન પણ 30.5 ડિગ્રી રહેતાં દિવસ જેવો જ ઉકળાટ જોવા મળ્યો હતો. સોમવારે સવારે અડધો કલાક અંબાજીમાં વરસાદી ઝાપટું પડ્યું હતું .અને લોકોને ગરમી બાદ ઠંડકનો અહેસાસ થયો હતો. જો કે બાદમાં દિવસભર લોકોને બફારો અને ઉકળાટ સહન કરવાનો વારો આવ્યો હતો. જ્યારે અમીરગઢ અને દાંતામાં પણ વરસાદે અમી છાંટણા કર્યા હતા.જેના લીધે ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત સાબરકાંઠના પોશીના ,લાંબડિયા, ભિલોડા સહિત વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.