વડોદરા: સવારથી જ મેઘરાજાની એન્ટ્રી, અત્યાર સુધી એક ઇંચ વરસાદ પડ્યો

વડોદરા: સવારથી જ મેઘરાજાની એન્ટ્રી, અત્યાર સુધી એક ઇંચ વરસાદ પડ્યો

વડોદરાઃ વડોદરા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક સ્થળોએ આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. વડોદરા શહેરમાં સિઝનનો પ્રથમ વરસાદ હવે થયો છે. આજે સવારે જોરદાર વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. ત્યારબાદ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરમાં આજે સવારના સમયે એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે પાદરામાં 3 મિ.મી., ડેસરમાં 10 મિ.મી., ડભોઇમાં 2 મિ.મી., વાઘોડિયામાં 6 મિ.મી., અને સાવલીમાં 6 મિ.મી. વરસાદ પડ્યો હતો. હજુ ઘણા વિસ્તારોમાં ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે પરંતુ અનેક વિસ્તારોમાં આજે મેઘરાજાએ એન્ટ્રી મારતા ખેડૂતોમાં ખુશી છવાઇ ગઇ છે.